Juo Leela College Ma Jai Rahi Chhe (Gujarati Lyrics)

Featured

Juo Leela College Ma Jai Rahi Chhe (Gujarati Lyrics)

900.00

યુવાની મોહબ્બત ના દમ લઇ રહી છે
મને દિલ ની ધડકન ખબર દઈ રહી છે
પ્રણયરૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર તે તરફ જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

જીવન ને આંગણે ….તારી ….જુદાઈ માં લીલા
દિવસ કે રાત હો……..
બન્ને ઉદાસ આવેછે …..
ને વરસો વીત્યાં છતાં પણ કિનારે તાપી નાં …….
હજીય આ શ્વાસ ની તારા સુવાસ આવે છે

યુવાની મોહબ્બત ના દમ લઇ રહી છે
મને દિલ ની ધડકન ખબર દઈ રહી છે
પ્રણયરૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર તે તરફ જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

કમલ જેવા કર માં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મન માં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદા થી ડોક જરા નીચી નમાવી
મને અવનવી પ્રેરણા ના દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

છે લાલિત્ય માં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરિતા
કલા થી વિભૂષિત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુ ની પ્રભા ને ઝલક દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

ન સુરમો ન કાજલ ન પાઉડર ન લાલી
છતાં એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીયો ની વચ્ચે
છે સાદાઈ માં એની જાહોજલાલી
શું ખાદી ની સાડી મઝા દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

સરળથીય એની સરળ છે સરળતા
નથી શબ્દ સમજાવવા કોઈ મળતાં
લખું તોય લખતા ન કાઈ લખાયે
શમી જાય છે ભાવ હૈય્યે ઉછળતા
અજબ મારા મન ની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

ભલા કોણ જાણે કે કોને રીઝવવા
અને કોના દિલની કળી ને ખીલવવા
એ દરરોજ બે ચાર સખીયો ની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય એવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

કોઈ કે છે કે જાયે છે ચિત્રો ચીતરવા
કહે છે કોઈ જ્ઞાન ભંડાર ભરવા
કોઈ કેમ સમજે આ બાબત ને આસીમ
અધૂરા પ્રણય પાઠ ને પૂર્ણ કરવા
એ દરરોજ ભણતર ના સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Lyrics

Aasim Randeri

Mood

Romantic

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જીવન ને આંગણે ....તારી ....જુદાઈ માં લીલા
દિવસ કે રાત હો........
બન્ને ઉદાસ આવેછે .....
ને વરસો વીત્યાં છતાં પણ કિનારે તાપી નાં .......
હજીય આ શ્વાસ ની તારા સુવાસ આવે છે

યુવાની મોહબ્બત ના દમ લઇ રહી છે
મને દિલ ની ધડકન ખબર દઈ રહી છે
પ્રણયરૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર તે તરફ જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

કમલ જેવા કર માં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મન માં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદા થી ડોક જરા નીચી નમાવી
મને અવનવી પ્રેરણા ના દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

છે લાલિત્ય માં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરિતા
કલા થી વિભૂષિત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુ ની પ્રભા ને ઝલક દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

ન સુરમો ન કાજલ ન પાઉડર ન લાલી
છતાં એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીયો ની વચ્ચે
છે સાદાઈ માં એની જાહોજલાલી
શું ખાદી ની સાડી મઝા દઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

સરળથીય એની સરળ છે સરળતા
નથી શબ્દ સમજાવવા કોઈ મળતાં
લખું તોય લખતા ન કાઈ લખાયે
શમી જાય છે ભાવ હૈય્યે ઉછળતા
અજબ મારા મન ની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

ભલા કોણ જાણે કે કોને રીઝવવા
અને કોના દિલની કળી ને ખીલવવા
એ દરરોજ બે ચાર સખીયો ની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય એવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે

કોઈ કે છે કે જાયે છે ચિત્રો ચીતરવા
કહે છે કોઈ જ્ઞાન ભંડાર ભરવા
કોઈ કેમ સમજે આ બાબત ને આસીમ
અધૂરા પ્રણય પાઠ ને પૂર્ણ કરવા
એ દરરોજ ભણતર ના સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે
જુઓ લીલા કોલેજ માં જઈ રહી છે