Vishwambhari Stuti Karaoke
₹500.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Additional information
Singer | |
---|---|
Mood | Devotional |
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
વિશ્વંભરીઅખિલ વિશ્વતણી જનેતા
વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુધ્ધિને દુર કરી સદબુદ્ધી આપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મન ના ઉત્પાત્તો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
આ રંક ને ઉગારવા નથી કોઈ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાળતારો
નાશું સુણો ભગવતી શિશુનાવિલાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
માં કર્મ જન્મ કથની કરતા વિચારું
આ સૃષ્ટિમાં તુજવિના નથી કોઈમારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિકથા નથી કાંઇ કીધું
શ્રદ્ધાધરી નથી કર્યા તવ નામ જાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
રે રે ભવાની બહુ ભૂલ થઇ છે મારી
આ જીન્દગીથઇ મને અતિશયઅકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાયછાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
ખાલીના કોઈ સ્થળછે વિણઆપધારો
બ્રહ્માંડ માં અણુઅણુ મહી વાસ તારો
શક્તિન માપ ગણવાઅગણિત માપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટોખરો ભગવતી પણ હું તમારો
જાડ્યાંધકાર દુરકરી સદબુદ્ધી સ્થાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષવળી અંબાતણા પ્રતાપો
મામપાહીવિષે ઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
શ્રી સદગુરુ શરણ માં રહીને યજું છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવકતણો પરિતાપ આપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
૧ ૨ ૩ ૪
અંતરવિષે અધિક ઊર્મિથતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસાર ના સકળ રોગ સમૂળ કાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
મામપાહીઓમભગવતીભવ દુખકાપો
બોલો અંબે માત કી જય
Reviews
There are no reviews yet.