Ghar Ni Saghali Vastu Mari Gai Gujarati Ghazal Karaoke (Gujarati Lyrics)

Ghar Ni Saghali Vastu Mari Gai Gujarati Ghazal Karaoke (Gujarati Lyrics)

750.00

  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Additional information

Mood

Sad

Singer

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
હું હું ........હું હું ........
હું હું ........હું હું ......
હું હું ........હું હું ......
૧ ૨ ૩ ૪
ઘર ની સઘળી વસ્તુ મરી ગઈ
૧ ૨
બહુ સુના છે ઘર ના ખૂણા
શાંત ઉભા છે દ્વાર ના પરદા
બંધ પડ્યા છે મેજ ના ખાના
રોઈ રહ્યા છે સઘળા રમકડા
૧ ૨
સ્વચ્છ પડેલી ભીંતો ઘર ની
લાગે જાણે વિધવા થઇ ગઈ
બિસ્તર કેરી ચાદર જાણે
બાલ વિહોણી માતા થઇ ગઈ
૧ ૨
આખો દી ઘટ આખા ને
બસ માથે લઇ ને ફરતોતો
વસ્તુ ઘર ની ઉલટી સીધી
અમથી અમથી કરતોતો
પેન લખોટી ચાક ના ટુકડા
ખિસ્સા માહે ભરતોતો
જુના પત્તા રેલ ટીકીટ ને
મમતા થી સંઘરતો તો
૧ ૨ ૩ ૪
કોઈ દિવસ મેં શોધી નોતી
તોય ખુશીયો મળતી તી
લાદી ઉપર સુતો તોય
આંખો મારી ઢળતી તી
મારી વાતો દુનિયા આખી..........
મમતા થી સાંભળ તી તી
૧ ૨
ખલખલ વેહતા ઠંડા જળ માં
છબછબીયા મેં કીધાં તા
મારા કપડા મારા હાથે
ભીંજવી મેં તો લીધા તા
સાગર કેરા ખારા પાણી
કંઇક વખત મેં પીધાતા
કોણે આવા સુંદર દિવસો.......
બચપણ માહે દીધાતા
૧ ૨ ૩ ૪
સુના થયેલા ખૂણા સામે
વિહવળ થઇ ને નીરખું છું
શાંત ઉભેલા પડદા ને હું
મારા ફરતે હું વીંટું છું
ઘર ની સઘળી ભીંતો ને હું
હળવે થી પંપાળું છું
ખોવાયેલા વરસો ને હું
મારા ઘર માં શોધું છું
૧ ૨ ૩ ૪
ક્યાં ખોવાયું બચપણ મારું.....
ક્યાં ખોવાયું બચપણ મારું
ક્યાંયકથી શોધી કાઢો
મીઠા મીઠા સ્વપ્નો ની
દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇ લો મારા
લઇ લો વૈભવ પાછો .....
લઇ લો વૈભવ પાછો
પેન લખોટી ચાક ના ટુકડા
મુજ ને પાછા આપો......
મુજ ને પાછા આપો......
પેન લખોટી ચાક ના ટુકડા
મુજ ને પાછા આપો
મુજ ને પાછા આપો
મુજ ને પાછા આપો